How the corona Virus is spread and Survival measures

Covid
How the corona Virus is spread and Survival measures

કોરોનાના જંતુ કેવી રીતે ફેલાય છે એ વિશે એની સાદી સમજણ

ધારો કે એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. એ વ્યક્તિ બે આશરે અઠવાડિયા સુધી એના ઉચ્છવાસમાં જંતુઓ છોડે છે. આ જંતુઓ હવામાં બેત્રણ કલાક સસ્પેંડેડ રહી શકે છે. એક વ્યક્તિ એક ઉચ્છવાસમાં 500 મિલિ હવા છોડે, મિનિટમાં 6 લીટર. એક કલાકમાં 360 લીટર. ત્રણ કલાકમાં એક હજાર લીટર. એક દસ બાય દસના રૂમમાં અંદાજે 28,000 લીટર હવા હોય.

એક સંક્રમિત વ્યક્તિ નાના બંધ રૂમમાં 24 કલાક રહે, તો આખા રૂમની લગભગ તમામ 28000 લીટર હવા 24 કલાકમાં કોરોનાગ્રસ્ત થઈ જાય.    

હવે કલ્પના કરો કે તમે સ્વસ્થ છો પણ વેન્ટીલેશન વગરની બંધ ઓફિસમાં દિવસમાં અમુક સંક્રમિત વ્યક્તિઓને મળો છો એ રૂમની હવા કેવી થાય? આવામાં કોઈ પણ માસ્ક લાંબો સમય પ્રોટેક્શન ન આપી શકે. માસ્ક્ની ઉપરથી અને નીચેથી જંતુવાળી હવા નાકમાં જાય જ.

એક ફ્લાઈટમાં દોઢસો માણસ હોય અને આઠ કલાક મુસાફરી કરે. દોઢસોમાંથી ચારેક સંક્રમિત હોય તો આઠ કલાકમાં આખી ફ્લાઈટના તમામ લોકોના શ્વાસમાં કોરોનાના જંતુ અચૂક જાય. શરૂઆતમાં આ રીતે જ કોરોના ફેલાયો.

હવે શું કરવાથી ફાયદો થાય

 • રૂમની, બસની, ટ્રેનની, કારની બારીઓ ખુલ્લી રાખો...તો સંક્રમણની શક્યતા ઘટશે.
 • ખુલ્લી હવા અને તડકો ગણતરીના કલાકોમાં ઉચ્છવાસમાં ફેંકાયેલા કોરોનાના જંતુનો નાશ કરે
 • દર્દીના રૂમના બહારની તરફના બારી બારણા ખુલ્લા રાખો અને રૂમને સેનેટાઈઝ કરતા રહો.
 • ઘરની બંધિયાર રૂમમાં નવી હવા આવી શકે એમ ન હોય તો એને સેનેટાઈઝ કરો. ફ્યુમિગેટ પણ કરી શકો. 
 • જે સંક્રમિત મિત્રોની તબિયત સારી હોય, તેઓ ભીડ વગરની જગ્યાએ નીકળી શકે એમણે છ ફૂટનું અંતર સચવાઈ રહે એમ હોય તો ખુલ્લામાં અચૂક જવું..
 • દર્દીને છ ફૂટનું અંતર રાખી ખુલ્લામાં મળવાથી નહીવત જોખમ રહે છે. લાંબો સમય એક સાથે બંધ રૂમમાં રહેવાથી જોખમ વધી જાય.  
 • તમે ગાર્ડન કે ખેતર જેવી ખુલ્લી જગ્યાએ દૂર દૂર રહેલા લોકોને મળો તો જોખમ ઓછું છે. બેંક્વેટ વગેરેમાં જોખમ વધારે છે. માણસોને અનિવાર્ય પણે મળવાનું થાય તો ખુલ્લામાં મળો.
 • કોઈ પણ ઓફિસ કે અન્ય અનિવાર્ય પ્રવૃત્તિ જો ખુલ્લામાં ચલાવી શકાય તો સંક્રમણનું જોખમ ઘટી જશે. એમાંય ભીડ તો ન જ કરાય.
 • કોઈ પણ પ્રવૃત્તિ ઓનલાઈન કરો.    
 • જે ઘરમાં વૃદ્ધો હોય, એ ઘરના યુવાનો સાવધાની વગર બેફામ રખડે તો ઘરે રહેલા વૃદ્ધો માટે પ્રાણઘાતક નીવડશે. વડીલોના હિત માટે યુવાનો બેદરકાર બનવાનું છોડે.
 • અત્યાર પૂરતું મિત્રોને મળવાનું વિડિયો કોંફરંસથી રાખો. બહાર જવું જ પડે તો આવ્યા પછી સેનેટાઈઝર, સાબુ, સ્નાનનો પૂરતો પ્રયોગ કરો.  

બીજી વાત નાનકડી પણ બહુ મહત્વની છે

અમુક અપવાદને બાદ કરતાં સ્વસ્થ અને ફીટ વ્યક્તિ માટે કોરોના વેક્સીન બહુ ખતરનાક નથી. એમને ઈંફેકશન નાક ગળા અને શ્વાસનળી સુધી સિમિત રહે છે.

જેમને ડાયાબીટીસ છે, હાઈ બ્લડ પ્રેસર છે, સ્થૂળતા છે, કોલેસ્ટેરોલ વધુ છે કે અન્ય કોઈ રીતે શરીર સમાધાનની અવસ્થામાં છે એવા લોકો માટે આ બીમારી વધુ જીવલેણ છે. એમને લોઅર રેસ્પીરેટરી ટ્રેક્ટ એટલે કે ફેફસાંની અંદરના ભાગ સુધી ઈંફેક્શન પહોંચે છે.

હવે મહત્વની વાત એ થઈ જાય કે

 • જે મિત્રોને હજુ કોરોના થયો નથી પણ એમને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેસર કે હાઈ કોલેસ્ટેરોલ છે એ મિત્રો સાવધ છે ખરા?
 • સુગર પ્રેસર કે કોલેસ્ટેરોલને નોર્મલ છે કે કેમ એ ચકાસ્યું?
 •  જો એ વધારે હોય તો નિયંત્રણમાં લાવ્યા?
 • માત્ર આટલી સજાગતા કોરોનાની જીવલેણ તાકાતને અડધી કરી શકે.

ઈંફેક્શન થયા પછી આ બધુ કંટ્રોલ નહીં થઈ શકે. એને આજે જ કંટ્રોલ કરો.. એ વિનંતિ.

સુરતમાં ઘર કે ઓફિસ બેઠા લોહી તપાસની સુવિધા વાહકેર  આપી રહ્યું છે, કોરોના સંક્રમણથી બચવા લેબોરેટરી સુધી જવા કરતા તેમેજ હોમ કોરન્ટીન દર્દીઓએ લોહી તપાસમાટે 9081 891 891 પર સંપર્ક કરવો 


Comments